Sunday, October 29, 2006

વાતો કરો.

તમે વાતો કરો તો થોડું સારું લાગે,
આ દૂરનું આકાશ મને મારું લાગે.

વૃક્ષો ને પંખી બે વાતો કરે છે
ત્યારે ખીલે છે લીલેરો રંગ;

ભમરાના ગુંજનથી જાગી ઊઠે છે,
ફૂલોની સૂતી સુગંધ.

તમે મૂંગા તો ઝરણું પણ ખારું લાગે,
તમે વાતો કરો તો થોડું સારું લાગે,

રોમાંચે રોમાંચે દીવા બળે
અને આયખું તો તુલસીનો ક્યારો;

તારી તે વાણીમાં વ્હેતો હું મૂકું છું
કાંઠે બાંધેલો જનમારો.

એક અમથું આ ફૂલ પણ ન્યારું લાગે
તમે વાતો કરો તો થોડું સારું લાગે.

- અનામી.

આ કૃતિ મોકલવા બદલ સુરતના ડૉ.શ્રી જીમિત વડગામાનો ઘણો ઘણો આભાર.

2 comments:

Dinesh Karia said...

તમે વાતો કરો તો થોડું સારું લાગે,
આ દૂરનું આકાશ મને મારું લાગે.

દેશથી દૂર બેઠેલાની વેદના છલોછલ છલકે છે.
પર્વ તણો આનંદ અહીં ક્યાં ગોતું? જ્યારે દેશ આખો મલકે છે!

Tarj said...

nice blog...gazals,kavita,etc are also very nice...even blog is looking gr8 with additional items like map,calendars,time,etc...