Friday, October 28, 2011

♥ મારું'ય કોઈ'ક છે..! ♥

કોઈ પ્રેમભીનો પત્ર મળે
ને આ હૈયું ધબકાવે
તો થાય...
હાં, મારું'ય કોઈ'ક છે..!

ક્યાંક નજરથી નજર મળે
ને હોઠે સહજ સ્મિત રેલાય
તો થાય...
હાં, મારું'ય કોઈ'ક છે..!

ક્યારેક રસ્તે ભીડમાં
મારા નામથી સાદ પડે
તો થાય...
હાં, મારું'ય કોઈ'ક છે..!

ફોન રણકે
ને અચાનક કોઈ મધુર સ્વર મને સ્પર્શે
તો થાય...
હાં, મારું'ય કોઈ'ક છે...!

બારણે ટકોરા વાગે
ને ઓચિંતો આગમનનો હર્ષ જાગે
તો થાય...
હાં, મારુ'ય કોઈ'ક છે...!

એકલતા ની અટારી એ બેઠાં
અચાનક મને હેડકી ચડે
તો થાય...
હાં, મારુ'ય કોઈ'ક છે...!

આમ જ લખતાં લખતાં
આંખે યાદો નો પાલવ ભીંજાય
તો થાય...
હાં, મારુ'ય કોઈ'ક છે...!

~ખ્યાતિ ♥

_________________________
I added cool smileys to this message... if you don't see them go to: http://e.exps.me