કંઇ કહેવું છે મારે તને,
સાંભળ ને જરા..
ક્યાં સુધી રહીશ દુર..
આવ મને મળ ને જરા..
...
વિશ્વાસે મારું વહાણ ચાલે,
ફગાવ આ વમળ ને જરા..
તું નહિ તો હું વળી કોણ..
હુંફ એક-મેકની આપણને જરા..
મેં તો ઓગાળ્યું અસ્તિત્વને,
તું પણ મારામાં ભળ ને જરા...
વિરહ તુજ આ તરસ્યા નયનમાં,
બની આંસુ ભીંજવ આ રણને જરા...
- ભૂમિકા કે. મોદી.
ઓસ્ટ્રેલીયા. (મૂળ અમદાવાદનાં).
1 comment:
યાદ આવેછે
તું ગઈ છે ત્યારથી
હા, ત્યારથી જ
કંઇક હતું, જે નથી
જે નથી એના એહસાસ નિ
યાદ આવેછે તારા પ્યાર નિ
સુનું ઘર, ખામી ઝાંઝર નિ
એક થાળી, બે મીઠી આંગળીઓ નિ
એક ના બે ભાગ, ને ક્યારેક ઝગડવા નિ
ધીરી મચલ, ને વળી દ્વાર ખખાડવાની
બંધ દરવાજે તારા પ્યાર નિ
કભી ઇનકાર ને ઈકરાર કભી નિ
તું ગઈ છે ત્યારથી
એક જ છે ઈચ્છા, તારા ઇન્તેજાર નિ
જનક મણીલાલ દેસાઈ
Post a Comment