Wednesday, November 08, 2006

સમજણ

બન્યો બનાવ અને નીરખ્યા કર્યું તેં પણ
હું તારા હાથમાંથી છટકેલું કાચનું વાસણ.

અણીને વખતે મદદગાર થઈ પડી કેવી
આપણા વચ્ચે છટકબારીઓ સમી સમજણ.

તું બગીચાનો કોઈ બાંકડો નથી,
સોનલખરી ગ્યાં ફૂલ છતાં તારી ના ઝૂકી પાંપણ ?

જખમની જેવું હતું એક સ્વપ્ન આપણને
એને પંપાળતાં રહ્યાં’તાં આપણે બે જણ.

રહી ગઈ છે અમસ્થી જ બારીઓ ખુલ્લી
રમેશ, બંધ ઘરને હોય ના કશું વળગણ.

-રમેશ પારેખ

1 comment:

xyz said...

also liked this one :)