Friday, November 10, 2006

પ્રેમમાં ફાવી ગયા

છે ઘણાં એવા કે જેઓ યુગને પલટાવી ગયા
પણ બહુ ઓછા છે જેઓ પ્રેમમાં ફાવી ગયા.

દુર્દશા જેવું હતું કિંતુ સમજ નો’તી મને,
દોસ્તો આવ્યા અને આવીને સમજાવી ગયા.

હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,
યાદ કંઈ આવ્યું નહીં – પણ આંસુઓ આવી ગયાં.

મેં લખેલો લઈ ગયા – પોતે લખેલો લઈ ગયા,
છે હજી સંબંધ કે એ પત્ર બદલાવી ગયા.

આ તાજી કબર પર નામ તો મારું જ છે,
પણ ઉતાવળમાં આ લોકો કોને દફનાવી ગયા!

-અનામી.

2 comments:

અમીઝરણું... said...

આજે પ્રથમ વખતે આપના બ્લોગ ની મુલાકાત થઇ.

છે ઘણાં એવા કે જેઓ યુગને પલટાવી ગયા,
પણ બહુ ઓછા છે જેઓ પ્રેમમાં ફાવી ગયા.
- આ ગઝલ સૈફ પાલનપૂરી સાહેબ ની છે. આપની જાણ માટે.

અમીઝરણું...
http://amitpisavadiya.wordpress.com

Nilay Parikh said...

mast.... che tamara blog par bahu time par avyo... mast che