Tuesday, April 08, 2008

ખાલીપાથી ભરેલું ઘર

વરસાદ જેમ આવીને
તેઓ સાવ અચાનક જતાં રહ્યાં ને
નેવાં-શી પાંપણ પરથી યાદોનાં ટીંપા
હજુય ટપડે.

જતાં જતાં ઘરમાં ઊભી થાંભલીએ એનો
જરાક અમથો સ્પર્શ થવાથી
અણુ-અણુમાં અતીતની
ભીનાશ ફરીથી પ્રસરેલી
ને એકસામટી પાંચ-સાત કૂંપળ
થાંભલીએ ફૂટેલી તે હજીય આંખને ખટકે.

ફળિયાની જાજમમાં તેઓ
પગલાંના પંખીઓની
ભાવ્યો પાડીને જતાં રહ્યાં
ને પંખીઓ તો
ફિક્કું ફિક્કું હજુય ટહુકે.

ખાલીપાથી ઘર મારું ચિક્કાર ભરી
એ જતાં રહ્યાં
ભીંસાતી ભીંતો પંખી થઇને
ક્યાંય ઊડી જવાને તલપે…


-અરવિંદ ભટ્ટ.

1 comment:

vijay shah said...

"ખાલીપાથી ભરેલું ઘર"
વાહ ખુબ સરસ, આવુ કઈક આપતા રહો તો ખાલીપો દુર થાય.
--વિજય શાહ-ચેન્નઈ(મદ્રાસ)ભારત.